હું મારી ખુદની કેડી કંડારવા જઈ રહ્યો છું,
હું મારા ગામના ચોરાને પાછળ છોડીને આગળ વધી રહ્યો છું,
ચારેકોર ભમતો જાઉં છું, ક્યાંક રોકાઈ જાઉં છું,
મારા માટે પીવા જેવું કોઈ સારું પીણું લઈ આવો.
મારે જીવન પસાર કરવા માટે
કોઈ શિર-છત્રની જરૂર નથી,
હું સમુદ્રને પાર કરવા જઈ રહ્યો છું,
મારા આ બાલીશ ઘમંડ પર તેની નિંદા કરો.
મને બહુ ઉપર લઈ જાઓ,
મને નીચે પછાડીને ચકનાચૂર કરી નાખો,
તમે બધા મને આપો છો અનિશ્ચિતતા
એક અલગારી રખડપટ્ટી.
મને વધુ ઉંચે લઈ જાય છે,
મને સાબૂત રાખે છે,
હવે મને લાગે છે કે હું જીવી રહ્યો છું
એક વિરાન ભૂખંડમાં જીવી રહ્યો છું.